પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[સોરઠો] મંદ સ્વરથી એક નાળું ત્યાં વહેતું હતું; તે દેખીને છેક સર્વે તર્ક ફરી ગયા. [સ્વાગતા] ત્યાં સુધી ‘કદરહીન બહુ છે’ વાક્ય એ ઊચરતો દુખમાં હું; ‘એ જ એ જ જગ માંહી સહુ છે’ એમ શબ્દ નીકળ્યા મુખમાં ત્યાં. [પુષ્પિતાગ્રા] જગત બધું બહુ જ શાંત લાગે, અતિશય દૂર પ્રસન્ન વીણ વાગે; ગગન પણ ખુશી જણાય છે આ, પવન મનોહર રાગ ગાય છે હા! [અનુષ્ટુપ] મસ્તકે પડવા માંડયા શીત અમૃતના કણો; શાંત કોપ થયો મારો તથા હર્ષ વધ્યો ઘણો. [વસંતતિલકા] પ્રાણપ્રિયા મુજ થકી હતી દૂર થોડી, ત્યાં હું ગયો હૃદય સાથ તુર્ત દોડી; દર્શાવીને નયનથી સહુ ફેરફાર, છાતી સમી કરી રહ્યો ધરી થોડી વાર. [દુહો] અશ્રુ આવ્યાં આંખમાં; થયો ગળગળો સાદ! પૂરું બોલી નહિ શક્યો — ‘પ્રાણ-ક્ષમા-પ્રસાદ!’