પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૩. પ્રિયા કવિતાને આશ્વાસન Previous Next

[પુષ્પિતાગ્રા અને દ્રુતવિલંબિત] “અરર મુજ હશે નસીબ કેવું નથી મળતું ક્યહીં માન, હાય!” એવું કહી પછી ચરણો વિશે પડે છે, પ્રિય કવિતા મુજ વેગથી રડે છે.

બહુ જ વિસ્મય ખેદ મને થયો, તદ્દન સ્તબ્ધ જ મૂઢ બની ગયો; પણ પછી ઝટ શાન્ત જરા કરી નિજ પ્રિયા સરખી હૃદયે ધરી.

રહી પણ ગઈ એ જરાક છાની બહુ દિલગીર હું થાઉં એમ માની; મુજ મુખ ભણી નેત્રને લહે છે, અતિશય આર્ત્ત સ્વેર પછી કહે છે : —

“દિલ દયા ધરી માફ કરો મને દુખી થઈ કરું છું દુખી આપને; અરર જીવિત આમ ભલે જતું, સહન, નાથ, નથી મુજથી થતું!