પૃષ્ઠ:Purvalap1.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુણ નથી મુજ માંહી એક સારો, નિજ મનમાં, પ્રિય પ્રાણ, એ વિચારો; તદપિ પ્રણય શીદ ને કરો છો? મૂરખ પ્રિયા પર ચાહના ધરો છો.

વિષમ ટેવ પડી મુજને ખરે, હૃદયને બહુ માન ગમે અરે! ગુણ વિના પણ કેમ જ એ મળે? મફત નિર્બળતા થકી શું વળે!

નથી નથી નથી યોગ્ય હું તમારે જીવતર આ નથી રાખવું જ મારે; મનથી લઈ રજા હવે મરું છું, પણ તમને પ્રિય મુક્ત હું કરું છું”

નયનથી બહુ નીર મને વહે, હૃદય શબ્દ કહો ક્યમ આ સહે? વચન તો મુખથી નવ નીસર્યું, તદપિ ચુમ્બન મેં હળવે કર્યું.

ધડક ધડક થાય હાય છાતી, ધીરજ રહી મુજનીય સાવ જાતી; વદનકમલ જોઈને કહું છું, નજર ઠરાવી ત્યહાં જ હું કહુ છઃં —