પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૪. સ્વર્ગસ્થ દેવીને પ્રાર્થના

[પદ] આવો, આવો, આવો, આવો, દેવી! આવો આવો, આજ! માગું આવો, આવો, આવો, દેવી! આવો, આવો, આજ!

રજની ખીલે છે નવી નિર્મલ ધવલ પ્રકાશ, સાગર ગાય સુહામણું હૃદયે પ્રકટે આશ : સ્વામીનાં દયાળું દેવી! કરશો ના નિરાશ, માગું કરશો ના નિરાશ.

દેવી! આવો, આવો, આવો, આવો, આવો, આવો, આજ!