પૃષ્ઠ:Purvalap1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૫. પતિપત્ની સંવાદ Previous Next

[રાગ : પહાડી, ઝીંઝોટી : તાલ હીંચ] સ્નેહ ઝરણી! સખી! સ્નેહ ઝરણી! રૂપ વધુ શોભાય : દેખી દિલ લોભાય!

આવ, વ્હાલમની પાસ આવ : સુંદરતા ખાસ લાવ : અંતરના હાવભાવ લેશ, સખી! ના છુપાવઃ સ્વર્ગોની સાચી સરણી!

કૃપાના છો નિધાન : પ્રાણના છો જી પ્રાણ : હું તો દાસી અજાણ : મને આવું શું માન! અહો સ્વામી સુજાણ! કરો ચાહે તે પાન! દેહીએ દીધેલું દાન!

કુલની કામિની ! દિલની દામિની! યમની યામિની! વ્રણની વામિની! સહુ સંતાપની શામિની!