પૃષ્ઠ:Purvalap1.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૭. શાસ્ત્રોપદેશ


[રાગ નટઃ તાલ ચતુસ્ત્ર જાતિ ત્રિતાલ]

સદા વચન ઋત બોલો ને! અતિશય અહિત રહ્યું અસતમાં : સાચું કહ્યા થકી હાનિ ભલે થાય, તદપિ ન ઈતર ધર્મ મતમાં! સત્યમેવ જયતે | ના ડરવાનું : ના ફરવાનું : વિરલ ગહન વ્રત કઠિન વિષમ સત પરમ સાધુ તણું! ફલ પણ તેમાં ઘણું : શાસ્ત્રો બોધે એવું ફરી ફરી : ખરું હૃદય નિજ ખોલો ને!