પૃષ્ઠ:Purvalap1.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૦. કાંતાની સ્મરદશા Previous Next

[રાગ કાફી : તાલ ત્રિતાલ]

હા! સમજું ન શું મને થયું! દૃગથી ગયું બલ, ના રહ્યું! કુમાર નિહાળી બીમાર છું: મારું બાલાપણું એ વહ્યું!

અનુભવ આ નવો હુંને, હૃદયને પૂછવું કોને? કશાથી થાય ના શાન્તિ, અનેરી ઊછળે ભ્રાન્તિ!

નજર ના ઠરે, ગિરિવરો! પરે : એ જ સૂરત! એ જ મૂરત! નૈન ઝૂરત દર્શને! શું નહિ મળશે? શું નહિ વળશે? શું નહિ કળશે? ભાસે પાસે, હાસે રાસે!