પૃષ્ઠ:Purvalap1.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૧. કાન્તને સંબોધન Previous Next

[રાગ ઝીંઝોટી : તાલ ત્રિતાલ]

શાં વ્હાલાં લાગે વેણ તમારાં કોડીલા કુંવરજી! ઉછાળા મારે શૂર, તનમાં ધસે પૂર; નૈનમાં હસે નૂર, ચિંતાઓ કરે ચૂર!

ઓ મારા પ્યારા! મારા પ્યારા! મારા પ્યારા! રેલાવો રતિધારા! ખેલાવો ખેલ સારા! કોડીલા કુંવરજી!

અયિ સુવીર! હૃદય કરી! નિકટ નીર! સુખદ તીર! ધર ન ધીર કાં? ધર ન ધીરા કાં? ધર ન ધીર કાં? અંતરમાંના ઉમળકા શા ખોલું? જાણો છો મરજી! જાણો છો જી મરજી!