પૃષ્ઠ:Purvalap1.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૨. હિંદી વીરોને સંબોધન

[રાગ પહાડી : તાલ તિસ્રજાતિ દાદરા, તિસ્રજાતિ દીપચંદી તથા ચતુસ્રજાતિ ત્રિતાલ]

પ્રમાદને છોડી, કીર્તી તરફ જોડી, હૃદય સમરમાં ચડો, આગ્રહથી દોડી; પાછી પાની જરાયે ના ઘટેઃ

વીરો કશાથી ના ડરે લાખો શરો સામે! દેશને બચાવવા કે લોકના ભલાને માટે, જખમ કદી પડે, શ્રમ તનને ચડે, છતાં અન્ય નહીં ધન્ય : નવ ડરો, નવ ફરો, શ્રમ હરો, ઉર ધરો, જય ખરો, નયન ત્યાં ચોડી!