પૃષ્ઠ:Purvalap1.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૩. અંતિમ પ્રાર્થના

[પદ]

ઊંચાં પાણી મને આ સતાવે પિતા! પ્રભુ તારક! સત્વર ઉદ્ધારી લ્યો! કૈંક નારકી દૃશ્ય બતાવે, પિતા! મને પાતકીને દયાથી તારી લ્યો!

મારી હોડી ખરાબમાં તૂટી ગઈ : મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ : મારી હિંમત છેક જ ખૂટી ગઈ : પ્રભુ તારક! સત્વર ઉદ્ધારી લ્યો!

મારાં પાપ તણો અરે! પાર નથી : મારા અન્તરમાં કશો સાર નથી : ભવસાગરે અન્ય આધાર નથી : પ્રભુ તારક : સત્વર ઉદ્ધારી લ્યો !