પૃષ્ઠ:Purvalap1.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬. રમા

વ્યોમની જલની ધારા જોરમાં પડતી હતી; ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!

નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુદ્વલ્લિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે; સાહિત્યો કૈં બહુ નહિ દીસે, એક પર્યંક માત્ર, થોડાં ઝીણાં રજનીવસનો, પાસમાં વારિપાત્ર.

આષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા; પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા!

વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે, સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે; બાલાથી એ સહન ન થયું. આર્દ્ર હૈયું ભરાયું, મૂંઝાવાથી કરુણ સ્વરમાં ગીત એકાદ ગાયું.

પતિનું ભવભૂતિનું ત્યાં ભાષાંતર સાંભર્યું; પોતાને યોગ્ય શોધીને અશ્રુ સાથે શરૂ કર્યુઃ—

“છત્ર જેવા બેઠા હતા પિતાજી, લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાજી; જનેતાઓ રહેતાં સંચિત જ્યારે, તે અમારા દિવસો વહી ગયા રે!”