પૃષ્ઠ:Purvalap1.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“નથી, નાથ! તમારો કૈં, વાંક મારો જ છે સહુ; ક્ષમા હુકમથી માગો, દીનતા ન કરો બહુ! મારા મહીં જ નથી માલ ખરું કહું છું, મિથ્યાભિમાની મન નાહક હું રહું છું; રે! આપને સુખ જરાય કરી શકું જો, શાને રહો અવર પાસ કદી તમે તો?”

લગ્નના દિવસમાં નવી હતી, ઠીક તેથી રમણીય લાગતી; આપ તોપણ હતા જ તે રહ્યા; માહરા ગુણ બધા ગયા વહ્યા!

પ્રેમ છે, એટલા માટે પ્રેમ માગી શકું નહીં; ક્ષમા, નાથ! નહીં એ મેં જાણેલું મનની મહીં!”

ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા, શબ્દો બોલ્યો પતિ પણ, અરે! તે નહીં સંભળાયા; કાંકે જોતાં ઝટ થઈ ગયું મેઘનું ખૂબ જોર, વ્યાપ્યું આખા નગરની મહીં તુર્ત અંધારુંઘોર!

રહી જરા જરા વ્યોમે ચમકારી થતી હતી; સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી!