પૃષ્ઠ:Purvalap1.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બોલે પછી પ્રણયથી નવરાવતી એ : વાણી સુધારસ બધે છવરાવતી એ : “જાણ્યું હશે, હૃદય એમ મને કહે છે : કે આપની ઇતર લોક વિશે રહે છે.

કવિતાદેવીની તેથી અમે દાસી જ આપની : દેખીએ દિવ્ય ચક્ષુથી બિના આપ પ્રતાપની.

આવો નહિ વિપદ આપ સમી જરાય : રાજ્ઞી રહો અમર એ કવિતા સદાય : જેની કૃપા થકી થયો સુરલોક વાસ : સાહિત્ય જ્યાં સુખધ કોટિ જણાય પાસ!

રચના દુનિયાની હું દેખાડું સરદારને : પાંખ ઉપર બેસીને જુઓ દેશ હજારને!”

આહા! એવું વચન વદતાં અન્ય દેખાવ થાય : પાસે ઊંચો ગિરિવર બને, શ્વેત શોભા જણાય : ધોળાં ધોળાં ઝરણ ટપકે, વાદળાંઓ ઘસાય : આજુબાજુ ગહન વન આ એક ઊભું જ થાય.

રહો, એ કંઈ જોવાનું દીસે છે આ દિશા મહીં : આવે છે કોઈ પ્રાણી એ : મને સંશય છે નહિ!

છે મંદ મંદ ગતિ આ જ પ્રદેશ સામી : આંખો થકી કહી શકાય અપૂર્વ કામી : કસ્તૂરિકા મૃગ સમાન વપુ જણાય : દેખાવને નીરખતાં મન ત્યાં તણાય.