પૃષ્ઠ:Purvalap1.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથીઃ “પ્રિયે! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી!”

“કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ, થનાર ચીજો નવ થાય અન્યથા : સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું, અનેક હું એકલડો સહ્યા કરું!

રજની મહીં સખી ઘણીક વેળા, નયન મળે નહિ ઊંઘ જાય ચાલી; કરી તુજ શિરકેશ સર્વ ભેળા, વદન સુધાકરને રહું નિહાળી!”

આવું કહ્યું, ત્યાં શિર શૂળ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું; મારી કુમારે અતિ આર્ત્ત હાય, કહ્યું, “હવે એક જ છે ઉપાય!”

ચાલી જરા ને ગ્રહી એક શીશી, પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી : ખાલી કરી કંઠ વિષે ત્વરાથી; ગયો બધો એ બદલાઈ આથી!

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ; સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ!