જીત્યાં અને ઘણી સ્ત્રીઓ...પણ આ સ્ત્રી માટે તો જરૂર પડ્યે નૂતન યુદ્ધ ખેલવા હુંં તૈયાર છું....છે કાઈ મારો સામનો કરનાર ? આવી જા !
- [તલવાર ખેંચવાનો અભિનય કરે છે. ]
ચંદા : આ તો પેલો સૈનક ! ઘવાયલી છબી બધે ફેરવી જેના લાભાર્થે નાટકો કર્યાં હતાં તે ! કેળવીને તૈયાર કરેલો મારો ! રાજ્યોનો માનીતો જલ્લાદ!
સૈનિક : જલ્લાદ બીજાઓનો, સ્ત્રીઓનો તો નહિ જ ! સ્ત્રીઓનો તો હું ખાસ માનીતો ! સૈનિકને-મને નિહાળી સ્ત્રી ઘેલી બને છે એ મારો નિન્ય અનુભવ.
ચંદા : તારું મોહ પમાડતું વીરત્વ પણ હવે રહ્યું નથી. મોત વેરતા ઓ જડ પૂતળા ! હજી તેં વિજય નથી મેળવ્યો. સંહાર ઉપર વિજય મળે એવી શક્તિ છે તારામાં ? જો...સાંભળ... તારા ઉપર મોહિત થયેલી પેલી મારી જર્મન બહેને શું કહે છે તે !
- [ નાનકડો સ્વસ્તિક ધ્વજ લઈ પિંંખાઈ ગયેલી જર્મન પ્રજાદેવી પ્રવેશ કરે છે.]
જર્મની : કોણ એ સંહાર ઉપર વિજય મેળવે છે? હું એ જ માગું છું. આજ સુધી હું માનતી હતી કે સંહાર એ જ વિજય છે...મેં મારા દુશ્મનોના નિવાસ ઉપર અગ્નિ વરસાવ્યો; દુશ્મનોએ મારા નિવાસ ઉપર અગ્નિ વરસાવ્યો ! પ્રકાશ હોલવાઈ ગયો ! ઘરઘરમાં અંધારાં ઉભરાયાં ! મારાં આશાભર્યાં – યૌવનભર્યાં સંતાનોના જયનાદ આર્તનાદમાં ફેરવાઈ ગયા સંહાર ઉપર કોણ વિજય ઉતારે છે?
- [ યુનિયન જૅક સાથે બ્રિટાનિયા પ્રવેશ કરે છે. ]
બ્રિટાનિયા: મારા ઉપર ‘લ્યુટવૉફ’ લાવતા તને જરા ય અરેકારો થયો હતો ખરો કે હવે તું સંહારને વગોવવા બેઠી છે?