બ્રિટાનિયા : બીજી મુક્તિ રોગમાંથી! રાઈરોગ રહે નહિ અને રહે તો સહુ તેની સારવાર પામે, એ અમારી બીજી યોજના.
અમેરિકા : ત્રીજી મુક્તિ અજ્ઞાનમાંથી... અને ચોથી બેકારીમાંથી...
ચંદા : તે કોણ બેવકૂફ આનો વિરોધ કરે? પછી આ ઝઘડો શાનો?...વીજળી? ક્યાં ગઈ?
[વીજળી આવે છે.]
વીજળી : આટલામાં જ હતી...પેલા બ્રહ્મચારીની એક આંખ મારી સામે મીંચાયા જ કરે...એટલે મારા મનમાં કે એની આંખ દુ:ખવા આવી હશે. લાલ દવાનાં બે ટીપાં એની દુ:ખતી આંખમાં નાખું...
ચંદા : તે નાખ્યાં કે નહિ?
વીજળી : પેલો સૈનિક વચ્ચે આવ્યો. એણે તો મારી સામે જે આંખ મીંચી તે ઊઘડે જ નહિ ! મને લાગ્યું કે એ કોઈ યુદ્ધમાં કાણો બની ગયો હશે...રાણા સંગની માફક...
ચંદા : ચાલ ચાલ, ઝડપ કર ! આપણે એક ગોળમેજ ગોઠવી દઈએ અને આ મહાન રાષ્ટ્રબહેનો ભેગી થઈ છે તો એ છૂટી ન પડે એમ કરીએ.
- [ચંદા અને વીજળી એક ગોળમેજ અને ખુરશીઓ લાવી મૂકે છે.]
- બેસો!...
- [ચારે બેસે છે; જર્મની અને વીજળી બાજુએ ઊભી રહે છે.]
- ચારે મુક્તિમાં જો વિરોધ ન હોય તો...હવે વાંધો ક્યાં છે?
અમેરિકા : વાંધો એક જ! આ રશિયા જુદું માનસ ઘડવા મથી રહી છે. એ તજીને અમારે પગલે ચાલે એટલે...
રશિયા : પગલે? અને તે તમારે?... જે પગલાં ભૂગર્ભમાં રહેલા ગુંડાઓની દોરીએ પડે છે તે પગલે અમારે ચાલવાનું ? છૂપી