લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શક્તિસંભવ:૧૦૩
 

ગુંડાગીરી કરતાં અમારી ખુલ્લી સરમુખત્યારી ખોટી નથી.

બ્રિટાનિયા : કહો હવે. છે અમારો કશો યે વાંક ? રશિયાને તો વઢવું જ છે...

અમેરિકા : ભલે! વઢવામાં કોણ જીતશે એ તો દુનિયાએ સમજી જ લીધું છે.

[ઍટમબૉમ્બ કાઢી મેજ ઉપર મૂકે છે.]

રશિયા : એ તો મારી પાસે પણ છે...

[ થેલીમાંથી બૉમ્બ કાઢવા જાય છે.]

ચંદા : થોભો, બહેનો ! બૉમ્બનાં પ્રદર્શન ભયે માનવમુક્તિ નહિ સધાય...માનવમુક્તિ સાધવી હોય તે શસ્ત્રમાત્રને ફના કરો...

[સૈનિક ફરતો હોય છે તે આવે છે. ]

સૈનિક : કોણ શસ્ત્રને ફના કરવાની વાત કરે છે...અમે શસ્ત્રધારી ઊભા છીએ છતાં?

ચંદા : હું એ વાત કરું છુ...હું! ભારતનું પ્રતિનિધિત્વ ધરાવતી એક સ્ત્રી!

સૈનિક : એ નહિ બને. બીકણ સ્ત્રીને શસ્ત્રની વાત ન સમજાય. રાજકીય અકસ્માતે ભારતને વગર શસ્ત્રે સ્વાતંત્ર્ય આપ્યું એનો ઘમંડ રાખી નિઃશસ્ત્રપણાની નિર્બળ વાત ભારતે કદી ન કરવી. એને કોઈ માન્ય રાખશે જ નહિ.

અમેરિકા : આપણાથી સૈનિકને તો અપ્રસન્ન ન જ રખાય.

બ્રિટાનિયા : હું પણ એમ જ માનું છું...સૈનિક એ આપણું સાચું રક્ષણ છે.

વીજળી : સ્ત્રીઓ સામે એક આંખે શસ્રો ફેંકતો સૈનિક આપણું રક્ષણ કરશે ?—જેને એક પાસ રુધિર, બીજી પાસ મદિરા અને ત્રીજી પાસ મદિરાક્ષી જોઈએ, એ સૈનિક ?

સૈનિક : આ સ્ત્રીની જીભ ઉપર અંકુશ મુકાય તો ?

વીજળી : જગતની આંખ સામે કાઈ શસ્ત્રધારી જોઈએ જ નહિ