...જો સંહાર ઉપર માનવતાએ વિજય મેળવવો હોય તો... હું અને ચંદાબહેન એ પયગામ લઈને નીકળ્યાં છીએ.
બ્રિટાનિયા : ખુરશીગોલકની બહાર ઊભેલાં માનવીઓને અહીં બોલવાનો હક્ક જ નથી.
અમેરિકા : અને...સૈનિકને અમે નારાજ ન કરી શકીએ.
રશિયા : અમારે ત્યાં તો એકેએક પુરુષ અને એકેએક સ્ત્રી સૈનિક છે...અમે તો શાંતિને પણ મોરચાને સ્વરૂપે આળખીએ, સંસ્કારને પણ મોરચાને સ્વરૂપે ઓળખીએ...
વીજળી : બહેન ! આ પ્રજાઓના ઝઘડા પણ આપણી કૉન્સર્ટવાળી બહેનોના ઝઘડાઓના જ પડઘા લાગે છે. ઘરના ઝઘડા મટે તો શેરીના ઝઘડા મટે, શેરીના ઝઘડા મટે તો ગામના ઝઘડા મટે, ગામના ઝઘડા મટે તો દેશના મટે અને...
ચંદા : આ છોકરી સ્ત્રીજીવનનું સાચું પ્રતિનિધિત્વ ધરાવે છે. એને હક્ક હોય કે ન હોય છતાં એ કહે છે એ મને સાચું લાગે છે, સંહાર ઉપર વિજય મેળવવો હોય તો સંહારનાં સાધનોને બાળી મૂકો...પહેલાં જ. પછી બીજી વાત.
અમેરિકા : પણ તે આ સૈનિક માનશે ?
વીજળી : નહિ માને તો એનાં શસ્ત્રો છીનવી લેવાશે...
રશિયા : એ માટે પણ શસ્ત્રો જોઈશે !
વીજળી : સ્ત્રી સદા ય શસ્ત્રસજ્જ છે...
સૈનિક : ( હસે છે) હા...હા...! પુરુષ વગર કોઈ સ્ત્રીને ચાલ્યું છે? અને આ જૂના જંગલીપણા તરફ ઘસડતી ભારતીય સ્ત્રીને જે સાંભળશે તે પોતાને માથે જોખમ વહોરશે. હું તો કહું છું.....ઉઠાવો તલવાર ! જગતના સુખ કાજે, માનવતાની મુક્તિને કાજે ! એ હિંદવાણી તો રોગિષ્ટ માનસ ધરાવે છે...
- [સૈનિક તલવાર ખેંચે છે અને તે સાથે જ બે