હાડપિંંજરો અદૃશ્યમાંથી ઊભાં થઈ આગળ આવતાં સહુને ડરાવે છે. ]
વીજળી : જૂનુ જંગલીપણું ? નવા જંગલીપણા આગળ પાણી ભરે છે ? વાહ વાહ ! નવીનતાનાં આ સાચાં પ્રતિબિંબ !... કોણ છો તમે ?
૧ લું હાડપિંજર : હું રોગ છું, મહામારી છું, છૂંદીછૂંદી પીંખીપીંખી માનવીને મારતું હું મોત છું....હા...હા....
[ હસે છે. ]
૨ જું હાડપિંજર : અને હું છું ભૂખમરો ! બધી અવ્યવસ્થાનો સરવાળો ! જ્યાં જ્યાં સંહાર, જ્યાં જ્યાં યુદ્ધ, ત્યાં ત્યાં અમે બંને આબાદ !
૧ લું હાડપિંજર : બીજા પણ ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, શાકણ અમારી પાછળ આવે છે...શસ્ત્ર પાછળ અમારું સ્થાન...પછી એ શસ્ત્ર તલવાર હોય કે ઍટમબૉમ્બ !
૨ જું હાડપિંજર : ઉડાડી જુઓ તમારા ઍટમબૉમ્બ ! એ ખોરાક ઉપર તો અમે અમર થઈશું....અરે કોઈ પણ શસ્ત્ર વાપરો ને ! અમને બધું ખપશે.
જર્મની : શસ્ત્રો પાછળ આ રાક્ષસોનાં સ્થાન ?..…પણ શસ્ત્ર ફેંકીશું તો રક્ષણ ક્યાંથી મેળવીશું ?
વીજળી : રક્ષણ ? શસ્ત્રે કદી રક્ષણ આપ્યું છે? કેટલાં શસ્ત્રો ધારણ કર્યાં ? કેટલાં શસ્ત્રો વાપર્યા છતાં આ ક્ષણે આ ભૂતથી કોણ આપણું રક્ષણ કરે એમ છે?
ચંદા : બોલાઓ આગળ પેલા સૈનિકને ! એનાં શસ્ત્ર આપણું રક્ષણ કરશે ને ?
- [ બંને ભૂત ખડખડ હસતાં નાચે છે. ]
સૈનિક : હું તો, ભાઈ ! માનવી સાથે લડું...ભૂત સાથે લડવાની