લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રવેશ ત્રીજો



ચંદા : શું સ્વપ્ન ? બાપ રે !...શાનું આ પરિણામ ?...વીજળી એક ગ્રામકન્યા ! એની જમીન – એના પિતાની જમીન મારા પિતાએ લીધી કે ઝૂંટવી. એની ઝૂંપડી તૂટી અને અમારો બંગલો ત્યાં બંધાયો. એ આખું કુટુંબ મિત્ર હતું તે નોકર બન્યું, દુશ્મન બન્યું, અને લુપ્ત થઈ ગયું! એક વીજળી બચી. દાસીમાંથી એને સખી બનાવવાનો પ્રયોગ આદર્યો અને બદલામાં વીજળી મને નિત્ય અવનવી ફિલસૂફી આપતી જાય છે...એ ફિલસૂફી મને સંહારના વિજય સુધી ઘસડી લાવી... પણ શસ્ત્રયજ્ઞ થાય કેમ? કરે કોણ?

[વીજળી પ્રવેશ કરે છે. ]

વીજળી : શું શોધો છો, બહેન ! પ્રભાતની ઠંડીમાં ?

ચંદા : મારું એક સ્વપ્ન !

વીજળી : સ્વપ્ન ! એ તો વિખરાવાને સર્જાયલાં ! એ એક વાર આવ્યા પછી જડે ખરાં ? હું પણ સ્વપ્નનને પકડતાં પકડતાં જાગી ગઈ.

ચંદા : શું હતું તારું સ્વપ્ન ?

વીજળી : શસ્રોની હોળી થઈ અને એક શક્તિ પ્રગટી શસ્ત્રધારીઓને શાન્તિપૂજન શીખવી ગઈ.

ચંદા : મને શ્રદ્ધા છે કે એ શક્તિ જડશે...સ્ત્રીઓએ તો શસ્ત્ર સંન્યાસ લગભગ સ્વીકાર્યો જ છે. પુરુષોને કેમ મનાવવા ? શસ્ત્રને એ પુરુષ જ પકડી રાખે છે...આખા વિશ્વમાં.

વીજળી : પુરુષોને મનાવવાના બે રસ્તા...બન્ને સ્ત્રીઓના જાણીતા