લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

...પુરુષને પટાવવો અને ન સમજે તો એની સાથે કટ્ટા કરવી.

ચંદા : જગતભરનું સ્ત્રીત્વ પુરુષ સાથે-જગતને દોરતા પુરુષ સાથે એક વિરાટ કટ્ટા કરે તો ?...એ જ...અસહકાર ! યુદ્ધને વિચારનાર, સંહારને આવકારનાર, શસ્ત્રને સર્જનાર અને સજાવનાર પુરુષનો વિશ્વવ્યાપી અસહકાર !

વીજળી : એ વગર સંહાર ઉપર વિજય ન મળે! હવે સ્ત્રીનો નવો ઇતિહાસ રચવા દઈએ.

ચંદા : હા. અને પછી તો..

[ કવિ અને નૃત્યકાર આવે છે.]

કવિ : જય જય!

નૃત્યકાર : જય જય!

ચંદા : પધારો, ભાઈ ! કેમ આવવુંં થયુંં?

કવિ : આપને તો યાદ હશે જ! ઘવાયલા સૈનિકોની સહાય અર્થે જલસો આપણે ગોઠવ્યો હતો તે !

નૃત્યકાર : શું યુદ્ઘનૃત્ય ગોઠવ્યું છે... !

[ સહજ તાંડવઠમકો બતાવે છે.]

વીજળી : આ તમારું ધડિમ્ ધિમ્ ધિમ્ અમને ન ખપે. યુદ્ધનું નામ હોય ત્યાં અમારો શ્વાસ પણ નહિ!

કવિ : પછી તો આખો વીરરસ મરી જશે...આ અહિંંસાએ આપણો ઘાણ કાઢી નાખ્યો...મેં જે કાવ્યરચના કરી છે અને આ શિશિરે જે નૃત્યરચના કરી છે...વાહ ! વાહ !

વીજળી : માણસ મરે, માણસાઈ મરે, એના કરતાં તમારો વીર રસ ભલે મરતો...અહિંસા વગર પણ તમે ક્યાં ઓછો ઘાણ કાઢો છો?

[ બ્રહ્મચારી આવે છે. ]

જય જય, ધર્માત્મા !