લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસતરંગ:૧૨૩
 

અવકાશ : કોણે મને યાદ કર્યો ?

[એકાએક શસ્ત્રસજજ ઈંદ્ર સરખો વેશ ધારણ કરી ‘વીર’ રસ પ્રવેશ કરે છે અને શસ્રનૃત્ય કરે છે, જેની સાથે ગીત ગવાય છે. ]

[]

શસ્ત્રધર, કવચધર, ધ્વજ ધરી ધીર ધર.
મોદભર આવી મેદાન માંડે !
સળગતી શક્તિ શું ઝૂમતો ઝબકતો
મેઘગર્જન સમી ત્રાડ પાડે !
ધરણી ધ્રુજાવતો, શંખ રણકાવતો,
અણુ અણુ વ્યાપ્ત કો વીજ વરસે!
ખડ્‌ગ ખણકાવી ખખડાવતો ખલ્કને
અડગ યુદ્ધે ધસે વીર હર્ષે !
ભય જતો ભાગી ટંકાર એનો સુણી
મેઘ વર્ષી રહે પુષ્પ ઝડીએ !
મૃત્યુ ભય પામી કરતું પલાયન સદા,
ધન્ય એ વીરની યુદ્ધઘડીએ !

પ્રમથ : બસ કર, એ મહારથી ! તને જોઈ હસવાને બદલે બધા યુદ્ધે ચઢશે !

વીર : તો મને યાદ કેમ કર્યો ? કોણે કર્યો ?

પ્રમથ : આ વીર પુરુષે તને યાદ કર્યો.

[ બીજા યુવકને દર્શાવે છે. ]

આભાસ : ખોટી વાત ! આપણે સીધે માર્ગે જનારા માણસ શસ્ત્રધારીઓ સાથે મને કાંઈ જ સંબંધ નથી...શસ્ત્રો સાથે પણ નહિ.

વીર : આવ ! તને શસ્ત્રો શીખવું.......વીર તરીકેની તું નામના કાઢી શકીશ !


  1. ૧. શંકરા