છે. રસપૂર્વક તે નિહાળે છે! એકાએક બીભત્સ રસનો સ્વામી મહાકાળ યમનું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થાય છે અને સર્વ વસ્તુઆને તુચ્છકારતું–તિરસ્કારતું ગીતનૃત્ય કરે છે. ]
બીભત્સ :
*[૧]
ઝગમગ ચેહ પ્રસારી રહે, ચિનગારી જલતી,
જલતી જલાવતી.
પ્રજલિત દેહ, દમન નિજ ડંખે,
કાજળ ધ્રુમ ઊડી શું ઝંખે ?
અભિન્ન, મરણ જનનની રેષા
છલતી છલાવતી......ઝગમગ......
રૂપરંગ યૌવન બળવાને,
ચર્મમઢ્યાં અસ્થિ જળવાને
યમને ફાંસે દુનિયા ઢળતી,
ઢળતી ઢળાવતી......ઝગમગ......
મહાકાલ : ફેંકી દે, ફેંકી દે ! તારા હાથમાં શું ધરી રહી છે તું?
લીલા : કેમ ? એ તે મોતી છે. સૌંદર્યનાં જાણે બુંદ !
મહાકાલ : છઠ્ઠ ! તને એ સૌંંદર્ય નાં બુંદ લાગે છે ? મોતી એટલે શું તે ખબર છે?
લીલા : મોતી એટલે...મોતી, ચમકતું પાણીદાર જવાહિર. સુંદર કંઠની શોભા !
મહાકાલ : ચમકતું પાણીદાર જવાહિર ? મોતી પાછળ મરજીવા બનતાં માનવીને ક્યાં કશી ખબર છે એમાં ચમકે છે કોઈ જીવંત પ્રાણીનું મોત ! એમાં પાણી દેખાય છે? એ બીજું કશું નથી; પરંતુ એક જીવંત પ્રાણીનું ઠરી ગયેલું રોગવમન છે, રોગવમન ? સુંદર કંઠની એ શોભા નથી; મોતે ઊભી
- ↑ * ખમાચ-તરાનાનો રાહ