લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪:પુષ્પોની સૃષ્ટિમાં
 


[ ડમરુ અને શિંગી સાથે ઉદ્ધત નૃત્ય કરતા નાગ વીંટળાયેલા રુદ્ર સ્વરૂપ ધારી રૌદ્રરસ–સ્વામી પ્રવેશ કરે છે.]

રૌદ્ર :

[]આજ બંદી નથી, ભલે નંદી નથી,
એક હાકે બ્રહ્માણ્ડને હું નાખું મથી,
પગના થેઈકાર માંડી જલધિ ઉછાળા,
હસ્ત અને અંગુલિમાં મોત ચંડ ચાળા,
ઊઘડે ત્રિનેત્ર, આગ ભડકે ગૂંથી...આજ બંદી નથી.
ચંદ્રમાં બુઝાઈ જાઓ, ગંગા સુકાઇ જાઓ,
ડમરુના ઘોરશોર પ્રલયને પુકારી જાઓ,
જ્વાલા મંઝાને કોણ કહેશે કથી...આ બંદી નથી.

લીલા : અરે, આ તો પિતાજી ! રુદ્ર સ્વરૂપ ધારણ કરી આવ્યા. થઈ રહ્યું; આવી બન્યું ! પ્રેમ ! પ્રેમના સ્વપ્ન! અને ઓ વીર પ્રેમી ! છેલ્લા પ્રણામ..

રસેન્દુ : નહિ નહિ, લીલા ! એ રુદ્ર સ્વરૂપનો ક્રોધ હું મારા ઉપર વાળી લઈશ......

પ્રમથ : અરે ! આભાસ પણ એમાં ભાગીદાર થશે......પ્રેમમાં થયો હતો તેમ !

આભાસ : નહિ, નહિ ! આ ક્રોધ આપણાથી ન જિરવાય ! કોઈક વાર સાચી બહાદુરી સંતાડવામાં સમાયલી હોય છે......થઈ જાઓ અદૃશ્ય...

[એક વૃક્ષ ઓથે આભાસ સંતાય છે. નૃત્ય પૃરું થતાં રુદ્રરૂપ આગળ આવી પૂછે છે.]

રૌદ્ર : કોણ મારી દૃષ્ટિથી છુપાય છે? મારી દૃષ્ટિના અગ્નિમાંથી


  1. ૧ ભૈરવ