લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસતરંગ:૧૩૫
 

આજ એ નહિ બચે...અરે, રસ ! તું ભાગી જતો હતો લીલાને લઈને ?...બદમાશ...

રસેન્દુ : નહિ જી ! હું કદી ભાગતો જ નથી...અને તેમાં યે કોઈ યુવતીને લઈને તો નહિ જ.

રૌદ્ર : હું તમને...નવાંજૂનાં પ્રેમીઓને... પ્રેમીઓના કાળા પડછાયાને બરાબર પિછાનું છું.

પ્રમથ : પ્રેમીઓ, નવા કે જૂના, બધા ય સરખા | એના એ જ ! લાગ આવ્યે સૌંદર્યશીલ યુવતીને લઈ ભાગી જનારા ! શિવ- ભીલડી અને વિષ્ણુલક્ષ્મીથી એ પરંપરા ચાલી આવે છે...

રૌદ્ર : બસ, પ્રમથ ! મારું ત્રીજું નેત્ર ખૂલવાની તૈયારીમાં છે, વચમાં બોલીશ તો તું અને તારું હાસ્ય બળી ભસ્મ થઈ જશે !

પ્રમથ : નહિ, નહિ, નહિ ! જગતના ઝંઝાવાતમાંથી, જ્વાલામાંથી કે જલપ્રલયમાંથી બચાવીને રાખવા સરખું કાંઈ પણ હોય તો તે મારું હાસ્ય ! ક્ષમા કરો, રુદ્ર ભગવાન !

રૌદ્ર : ક્ષમાને પાત્ર આજની સૃષ્ટિ રહી નથી. આ રસને – રસેન્દુને હું બાળીને ભસ્મ કરી નાખું છું.

રસેન્દુ : પણ મારો કાંઈ ગુનો ?

રૌદ્ર : લીલાને ક્યાં લઈ જતો હતો ?

રસેન્દુ : હું લઈ જતો જ ન હતો ! એ જાતે જ આવી...મારી સાથે...મેં એને સહજ વારી છતાં !

પ્રમથ : એમ જ ત્યારે કહે ને કે લીલા જ તેને લઈ આવી ! વર્તમાન યુગમાં સ્ત્રી પણ પ્રેમદોરવણી કરી શકે છે!

શૃંગાર : વર્તમાન યુગ ? શા માટે ભૂતકાળને ભૂલી જાઓ છો ? મેનકાદોર્યા વિશ્વામિત્ર...

રૌદ્ર : બસ, બસ, !

[ત્રિશૂલ ફેરવે છે...જરા ]
લીલા ! આશા શો આરોપ તારે માથે મુકાયો છે? હું સગી