આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨:પુષ્પોની સૃષ્ટિમાં
રૌદ્ર : બદમાશ કહીંનો !! ત્રિશૂલ ઉપર ચઢાવી દઉં? આભાસ !
મહાકાલ : છૂટ ! કાળો પડછાયો ! તિરસ્કાર પાત્ર રાહુ !
વીર : મારાં બાણભાલાનો એ બલિ બનશે !
આભાસ : અરે કરુણાના અધિષ્ઠાતા ! મને બચાવો !
ભયપુરુષ : એને બચાવવો છે? અગ્નિની ભઠ્ઠીમાં નાખોખા ! ચલાવો ...
- અરે! પણ કોઈ અવનવું તેજ પ્રગટ થાય છે.
- [ વાતાવરણમાં સૂર સંભળાય છે.
- ૐ શાન્તિ : શાન્તિ : શાન્તિ ]
- નારાયણનું મુનિસ્વરૂપ–વિરાગસ્વરૂપ–શમ મેગરાના પુષ્પમાંથી પ્રગટ થાય છે. શાન્તિસૂચક પ્રભાત રાગની છાયાનું ગીત વ્યાપે છે. ભક્તો અને સાધ્વીઓ પ્રગટ થઈ કરતાલ મંજીરા સહ ગીતરચના કરે છે.
ગીત–ભૈરવી
હરિ ઓમ્ ! હરિ ઓમ્ ! હરિ ઓમ્ !
સૂર એહ સનાતન વ્યોમ ભેામ !.… હરિ ઓમ્ !
શાન્ત તેજમય સભર ભર્યો તું !
આનન્દિત અખંડ નર્યો તું !
જડમાં ચેતનવંત ઝરો રે તું !
રમી રહ્યો અમ રોમ રોમ !...હરિ ઓમ્
તારી ફૂંકે જીવન જીવે,
આંખ નિહાળે તારે દીવે,
તારી જ્યોત તણે તણખે એ
ઝગમગ ઝગતા સૂર્ય સોમ !...હરિ ઓમ્ ! ]
શમ : રસતરંગે ઊછળતાં કોણ અહીં વહી આવ્યાં ? આવો ! રસરંગની સૂરાવલિ એકાગ્ર બની પરમ શાંતિને પામે છે અહીં ! પધારો !