લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દૃશ્ય પહેલું


પડદો ખૂલતાં ગાંધીજીની છબી ખૂલતી જાય છે અને ગીતાના ઉદ્‌ગારો સંભળાય છે.

ધ્વનિમંડળ ૧

स्थितप्रज्ञस्य का भाषा
समाधिस्थस्य केशव ।
स्थितधी: किं प्रभाषेत
किमासीत व्रजेत किम् ॥
दु:खेषु अनुद्विग्नमन:
सुखेषु विहतस्पृह: ।
वितरागभयक्रोध:
स्थितधीर्मु निरुच्यते ॥

વિવેચન : મહાત્મા ગાંધી એટલે હિંદના ઇતિહાસનાં તેત્રીસ વર્ષ. રાષ્ટ્રસેવકોની મણિમાલાનો એ મેરુમણિ ! હિંદને સ્વરાજ્ય અપાવ્યું એ ગાંધીએ. સને ૧૯૧૫ની સાલ, જ્યારે આફ્રિકાના સત્યાગ્રહી પ્રયાગો હિંદમાં કરવા ગાંધીજી મુંબઈ બંદરે ઊતર્યા.