લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દૃશ્ય બીજું


કાઠિયાવાડી ફેંટો, ધોતિયું અને અંગરખુ પહેરેલી ગાંધીજીની આકૃતિ દેખાય છે.
ધ્વનિમંડળ ૨



૧ : કોઈ સ્થિતપ્રજ્ઞ આવે  છે?

૨ : અરે શું તમે યે તે ? એ તો પેલા મોહનદાસ કરમચંદ ગાંધી |

૧ : આફ્રિકાના સત્યાગ્રહવાળા ! એ જ ને? એ અહીં આવીને શું કરશે ? ફિરોજશાહ, ગોખલે, તિલક, બેનરજી, બીસેન્ટ : ક્યાં એ પ્રૌઢ યોદ્ધાઓ....

૨ : અને ક્યાં આ ધોતિયું, અંગરખુંં, કાઠિયાવાડી ફેંટો પહેરેલા આ ગુજરાતી ભાઈ ! નથી રૂપ, નથી રંગ, નથી પ્રભાવ ! સ્વાગત માટે પણ કોઈ આવ્યું દેખાતું નથી ને !

૧ : પણ ગોખલેજીને એમને માટે ભારે માન, હો ! એ તો એમને મહાત્મા જ કહે છે !

૨ : ફરવા દો વરસ દિવસ. જોશે હિન્દ, અને જશે પાછા આફ્રિકા !

વિવેચન : ગાંધીજી આફ્રિકા પાછા જતા નથી, તેમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી રાષ્ટ્રજીવનને પરમ વેગ મળ્યો.