લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


દશ્ય ત્રીજું

સાબરમતી આશ્રમનું આછું દૃશ્ય. રેંટિયો કાંતતાં કેટલાંક યુવક-યુવતી દેખાય છે,

ધ્વનિમંડળ ૩

[]દરિયો ડહોળી સંતન આવે
સાબરકાંઠે જોગ જગાવે–
દધિચિ એક હતો દરિયાદિલ !
જનતા કાજે હાડ જલાવે–
એક તકે ઊછળે મણિમાણેક !
સામે સંતન ધૂમ્ર ધિકાવે–

૧ : ગાંધીજીએ તો અહીં જ—સાબરિકનારે આશ્રમ સ્થાપ્યો.

૨ : પણ ભાઈ ! આશ્રમમાં ઉજળાશ કશી જ નહિ !

૩ : અરે, દળવું, ખાંડવુ, માંજવું, કાંતવું, પાણી ભરવું : બધું જ હાથે ! એ તે કેમ બને ?

૪ : નહિ સંગીત; નહિ નૃત્ય; નહિ કવિતા; નહિ કલા ! બીજા આશ્રમો કેવા સુંદર લાગે છે ! શાન્તિનિકેતન જુઓ. વળી ઉપરથી પાછું બ્રહ્મચર્ય !...અરે ગુરુકુલ કે ઋષિકુલ જેવી પણ જાગૃતિ અહીં દેખાતી નથી.

૫ : ખરું... પણ હિન્દ જેવા ગરીબ દેશને ન મળે બે ટંક જમવા. ન મળે દસ વાર કાપડ દેહ ઢાંકવા ! ત્યાં સુધી રંગરાગ, સંસ્કાર અને કલા જીવ-વગરનાં ફિક્કાં લાગે છે !... પેલા

સંગીતકાર ખરે કાંઈ ગાય છે ખરા... કાંતતાં કાંત...


  1. ઝીંઝોટી.