લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


દૃશ્ય ચોથું

લાઠી પકડી રહેલો પોલીસ. સામે બેઠેલા સત્યાગ્રહીઓ. મોટા માનવસમુદાયમાંથી ગર્જનાઓ સંભળાય છે: ‘વંદે માતરમ્ !‘ પોલીસ લાઠીઓ ઉગામે છે.

ધ્વનિમંડળ ૪

[ મોટા માનવસમુદાયમાંથી ગર્જના સંભળાય છે :
વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! ]

સંગીત

હે......જંગ જામ્યો ! જાગજો.
શુભ શાન્તિના સંગ્રામ,
ધરી કેસરભર્યાં પરિધાન,
હે વીર ! જાગજો.
નથી શસ્ત્ર કે નથી અસ્રને ઝળકાવ વાં,
મૃત્યુ ભયે નથી દુશ્મનો ચમકાવવા;
દુશ્મન વિહોણા યુદ્ધમાં
અર્પી તમારા પ્રાણ !
હે વીર ! જાગજો.
હે......જંગ જામ્યો ! જાગજો.

સૂકી ગયા નદ પ્રેમના વહેતા કરો,
સૂકાં રણો મહેરામણે મીઠાં કરો;
કુરબાનીમાં ધરી શિર્ષ
ગજવો ગુર્જરીનું નામ.
હે વીર ! જાગજો.
હે......જંગ જામ્યો ! જાગજો.

૧ : વંદે માતરમ્ !

૨ : મહાત્મા ગાંધીકી જય !

૩ : રૂડો મારો રેંટિયો હો......જી !

૪: તારી તોપોમાં ઊગશે ઝાડવાં રે!

હજી ચેતી લે ઓ સરકાર...