લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હે રામ!:૧૫૭
 

૪ : પણ એ જ હિંસા, જુઠ્ઠાણું અને સ્વાર્થ અમારા ઉપર આક્રમણ કરે છે એનું શું? જર્મનો જુઠ્ઠા છે એ ન જોયું ?

૫ : પહેલાં તો તમારાં જેટલાં આક્રમણ હોય એ પાછાં ખેંચી લો. પછી અજમાવો એ મહાત્માનો અસહકાર.

૬ : એ કેમ બને ? મારનાર અમને આવી મારી નાખવાનો.

૭ : મારનારને આશીર્વાદ આપો, પણ તમારો આત્મા નહિ. મરી જાઓ, પણ મારો નહિ, અને મારનારની આજ્ઞા માનો નહિ !

૮ : એમાં તો મારનારનો વિજય થવાનો !

૯ : મરેલા દેહ ઉપર વિજય કેવો ? એ તો વિજયનો પડછાયો માત્ર છે. અપરાજિત આત્મા આક્રમણ ઉપર સદા ય વિજયી છે. પૂછો ઈસુ ખ્રિસ્તને ! આજ ઈસુ જીવે છે કે એને મારનારા ?

૧૦ : એમાં અમને કશું સમજાય નહિ. એ સમયે તમારો અર્ધનગ્ન ફકીર કે તમે અર્ધજંગલી હિંદવાસીઓ ! અમને સમજાવતા પહેલાં તમે તમારા જ હિંદુમુસ્લિમ ઝઘડા જ એ રીતે પતાવો ને ?

૧૧ : પરદેશી સત્તાધારીઓ ! એ આપનાં કરતૂત છે. આપ અહીંથી પધારો એટલે અમે અમારું ફોડી લઈશું. Quit India ! જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો ! આ યુદ્ધ અને આ ઝઘડા એ તમારી આક્રમણનીતિના જ ભડકા છે.

૧૨ : અરે, આ જર્મની તમને ખાઈ જશે... જાપાન ખાઈ જશે !

૧૩ : પરોપકારનો સ્વાંગ ભજવવો હવે બસ કરો. તમે પણ અમને ખાધેલા જ છે ને – દોઢસો વર્ષથી ?

૧૪ : એમ ? જોવું છે? અમે જઈએ પછી સંભાળજો. મુંબઈ–કરાંચીના બારાંમાંથી અમને પાછા ન બોલાવવા પડે !

૧૫ : પાછા જરૂર બોલાવીશું. પણ તે મિત્ર તરીકે; માલિક તરીકે નહિ.

૧૬ : અરે, અરે ! આ ગોરાઓ તો ચાલ્યા... પણ તે હિન્દના ટુકડા કરીને...