લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

આતતાયી બની ગયા છીએ...અરે...સ્વરાજ્ય આમ ઊગ્યું શું? રુધિરરંગે ?

૧ : જુઓ, જુઓ ! આપણાં હીરામોતી ઝીલવા નહિ પણ આપણા ખૂની હાથને પાછા ખેંચવા, ધોઈ સ્વચ્છ કરવા પવનપાવડી ઉપર ઊડતા ગાંધીજી પધાર્યા.

૨ : મહાત્મા ગાંધીનો જય !

૩ : સાંભળો, સાંભળો ! બાપુ આવીને કાંઈ બોલે છે! શું કહ્યું એમણે ?

૩ : આઝાદી પહેલાં અને આઝાદી પછી એના એ જ બાપુનાં સૂત્રકથન :

અહિંસા વગર આરો નથી.
જીત પ્રેમની જ હોય.
એક પણ માનવી ભૂખ્યો હોય ત્યાં સુધી બીજા માનવીથી
જમાય નહિ.
મરીને જીવો; મારીને નહિ.
યંત્ર નફા માટે નહિ, માનવીની સરળતા માટે હોય.
જે ધર્મ ઝધડા ઊભા કરે એ ધર્મ અધર્મ બન્યો સમજવો.

૫ : અરે, પણ ગાંધીજી એકલા મુસ્મિનોને જ સાચવવા બેઠા છે શું ? આ પચાસ કરોડ રૂપિયા પાકિસ્તાનને પધરાવી દીધા !

૬ : બોલ્યું પાળવું એ આર્ય સંસ્કૃતિનો મુદ્રાલેખ. ગાંધીજી એટલે આર્યસંસ્કૃતિનો અર્ક.

૭ : ગાંધીજીનું કામ હવે પૂરું થયું. સ્વરાજ્ય મળ્યું. હવે એ ખસી હિમાલય જાય તો ગંગા નાહ્યા. એમની મુસ્લિમપરસ્તી સહી જતી નથી !

૧ : હિંદનો એકએક મુસ્લિમ નિર્ભય ન બને ત્યાં સુધી ગાંધીજી હવે ખસે જ નહિ – એમને ખસવા દેવા ય નહિં – દિલ્હીથી.

૨ : કેમ એમ ?

૩ : સ્વરાજ્ય તો મળ્યું, પણ હજી એમાંથી રામરાજ્ય ખીલવવું