આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨:પુષ્પોની સૃષ્ટિમાં
૬ : શોષિતોની દાઝે દાઝતાં એ જ રક્ષણ રહિત – પગરખાં રહિત
ઉધાડાં પગલાં !
૭ : અને પેલો સન્યસ્તશોભન દંડ ? એ દેહને ટેકો એક કદરૂપી લાકડીનો ! રામનામનું જાણે પ્રતીક ! એને સોનાની લાકડી ન ખપે.
૧ : નથી સાંભળતો એ જયનાદ ! નથી નિહાળતો એ કોટી કોટી સલામ કે પ્રણામ ! પરવા નથી એને રક્ષણની ! એ માગે તો અબઘડી કોટી માનવીઓ એની આસપાસ વજ્રદીવાલ બની જાય. પણ નહિ ! એનો તો સભર ભર્યાં રામનું રખવાળું ! નીચેથી ઊંચે ય ન જુએ ને !
૨ : પ્રભુનો પયગંબર !
૩ : શાંતિનો ફિરસ્તો !
૪ : એ જ મોહનદાસ...મહામૂલો !
૫ : એ જ મોહનદાસ ગાંધી ! માનવજીવનના પુણ્યનો એ જ પુંજ ! અમારો મહાત્મા !
૬ : હિંંદના હૃદય હૃદય ઉપર રમતો અમારો બાપુ !
૭ : કૃષ્ણ પછી ઘેર ઘેર ગવાતો કોઈ હોય તો તે એ જ ! રાષ્ટ્રપિતા...
[ સહજ સૂચક શાન્તિ વ્યાપે છે. ]
૧ : શું થયું? કોણ એ બાપુની પાસે જાય છે ?
- [એક વાદ્યમાં ચીસ – આછી ચીસ સંભળાય છે.ત્રણ પિસ્તોલના અવાજ સંભળાય છે. તુરત એક ધીમા, હળવા, ફૂંક સરખા ગાંધીઉદ્ગાર સંભળાય છે. ]}}
૨ : હે...રામ !
- [ એકાએક સ્મશાનવત્ શાંતિ વ્યાપે છે, અને તુરત કોલાહલ મચે છે, ઉતાવળા ઉદ્ગારો સંભળાય છે. ]