આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪:પુષ્પોની સૃષ્ટિમાં
૧૩ : અને હવે બાપુના ચિરંજીવી આત્માને ખંજર ભોંકવાં હોય તો આપણે હિંસક બનીએ, શોષક બનીએ, ખુરશીઓ ખોળીએ, છબીઓ પડાવીએ, ફૂલહાર ઘરાવીએ, કાળાં બજાર કરીએ.…
૧૪ : બાપુનું અવસાન એટલે માનવતાનું અવસાન! બાપુનું જીવન એટલે માનવતાનું જીવન! એ માત્ર ભારત ભાગ્યવિધાતા નથી; એ તો આખી માનવજાતનો ભાગ્યવિધાતા છે. બાપુ છે જ! જીવંત છે! આ રહ્યા! ભારતને જ નહિં; આખા વિશ્વને
ઉજાળવું છે એ બાપુના જીવન વડે! ...એ જ સ્મિત... દેખાય છે ને? આપણી આંખ અને આપણાં હૈયાં એનાથી જ ભરેલાં છે...
- [સમૂહધ્વનિ સંભળાય છે! મહાત્મા ગાંધીની જય!]
- [ગીત સાથે દૃશ્ય સમેટાય છે. દૃશ્ય સમેટાતાં બે બાલિકાઓ ગાંધીજીની છબી કે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરે છે]
જનગણ મન અધિનાયક જય હે!
ભારત-ભાગ્યવિધાતા...
●︎ ●︎