ગુલાબ : આ સુંદરી તો મળતી નથી!
રાજન : તમે પુષ્પોએ જ એને ભરમાવી છે.
મોગરો : પૂછી જો એને અમે ભરમાવી હોય તો !
રાજન : પણ ક્યાંથી પૂછું? એ છે ક્યાં?
બકુલ : મૂર્ખ ! હજી ન સમજ્યો ? જુદાં જુદાં પુષ્પોમાં સુંદરી સંતાઈ હોય તો પુષ્પોને ભેગાં કર; આપોઆપ એમાંથી સુંદરી મળી આવશે ! સુંદરી એટલે સર્વ પુષ્પોનું મિલન ! સૌંદર્ય ગુચ્છ !
- [ રાજન પુષ્પોને ભેગાં કરે છે. સુંદરી પાછળથી આવી તેની આંખ મીંચે છે]
રાજન : કોણ છે ?
સુધરી : કાળો કાળો ચોર છે !
[ આંખેથી હાથ ખસેડી હસે છે. ]
રાજન : હું ક્યારનો તને શોધ્યા કરું છું !
સુંદરી : જીવનભર તું મને અને હું તને શોધ્યા જ કરીએ... મળીએ – છતાં આપણે મળતાં હોઈએ એવું લાગતું જ નથી. નહિ? રાજન ! એમ કેમ થાય છે?
રાજન : આપણે આ પુષ્પોની સૃષ્ટિમાં જ રહીએ તો? એ સૃષ્ટિમાં સૌન્દર્ય છે, રમૂજ છે. આનંદ છે! એ સૃષ્ટિને હું મારી બનાવું. જો આ પુષ્પમાળ ! તારા માટે હુંં ગૂંથું છું બનાવું. જો આ પુષ્પમાળ ! તારે માટે હું ગૂંથું છું.
સુંદરી : તું કેટલાંને તારાં બનાવીશ ? મને તારી બનાવવા મથે છે; હવે પુષ્પસૂષ્ટિને !
રાજન : તું બોલ્યા કર. મને તારું એ બોલવું ગમે છે... એટલામાં…… હું માળા પરોવી લઉં.
સુંદરી : લાવ, લાવ, એ મને ખૂબ ગમશે...પુષ્પો જ માનવીનાં સાચાં આભૂષણ...લાવ...