લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

ધનપાળ ( ધીમેથી ) રાજન ! હું તારે પડખે છું બરાબર લડી લે. હું ઊભો છું. તને જ જિતાડીશ.

[વીર સાંભળી લે છે. ]

વીર : જોઉં છું તું કેમ રાજનને જિતાડે છે તે !

[ રણવાદ્ય વાગે છે. તૂર સંભળાય છે. શંખધ્વનિ થાય છે. રાજન અને વીર યુદ્ધનૃત્ય-યુદ્ધતૈયારી શરૂ કરે છે]

ધનપાળ : ( વીર પાસે જઈ ધીમેથી ) હું તો રાજનને પટાવતો હતો. ગભરાઈશ નહિ. જરા ઝપટ કરી લે. રાજનને બાજુએ મૂકીશું-તું જો જરા જોર બતાવે તો...

[ વીર ધનપાળને ધક્કો મારી ખસેડે છે. યુદ્ધ શરૂ થાય છે. ]

સુંદરી : ( પાસે આવી ચિંતાથી ) ધનપાળ ! તેં આ શું કર્યું? બન્ને જરૂર ઘવાશે.

ધનપાળ : જરૂર જરૂર, ઘવાશે...અને મરશે કે મૂર્છિત થશે. માત્ર હું જ છુટ્ટો રહીશ, વગર જખમે. ચાલી આવવું છે મારી સાથે ?

સુંદરી : ના, હું તો બનશે તો બન્નેને છોડાવીશ અને જે ઘવાશે તેને પાટા બાંધીશ.

ધનપાળ : તો સતત સારવારમાં જ રહેવું પડશે. યુદ્ધ પછી કોઈનામાં ફૂલ આપવાની તાકાત જ રહી નહિ હોય. હજી તું કહે તો આ બન્ને માળા તને હું પહેરાવી દઉં. ભલે લડતા એ બન્ને ! આપણે ખસી જઈ મોજ કરીશું !

સુંદરી : મહેનત વગરની માળા મારે ન જોઈએ. કોઈના રુધિરથી ભીંજાયલી મોજ પણ મારે ન જોઈએ.

[યુદ્ધ વધે છે વધારે માણસો ભેગાં થાય છે