લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુષ્પોની સૃષ્ટિમાં:૨૭
 

છે કે પુષ્પેપુષ્પની એ ગણતરી કરશે અને પુષ્પેપુષ્પનો બદલો માગશે.

૧ યુવતી : ધનપાળને એમાં શું લાગેવળગે ?

માલિની : ધનપાળ આ પુષ્પસૃષ્ટિનો માલિક બની ગયો છે.

૨ યુવતી : કોણે બનાવ્યો એને માલિક ?

માલિની : રાજને......

૧ યુવતી : રાજનની આણ અમારે માનવી નથી; પુષ્પોની સૃષ્ટિમાં સહુ આઝાદ છે. અમારી મરજી સાચવે એ અમારો રાજન. એને એની પોતાની મરજી રાખવી હોય તો એ અમારો રાજન નથી. હું પુષ્પ જરૂર લેવાની. પુષ્પ વગર મારી લટ બંધાશે જ નહિ.

ર યુવતી : અને મારે બન્ને હાથે ગજરા પહેરવા છે!

માલિની : કોને રીઝવવા ?

ર યુવતી : મને—મારા મનને. હું પુષ્પો પહેરું છું. તે કોઈને ય રીઝવવા માટે નહિ !

૩ યુવતી : અને મારે તો, બહેન ! કોઈને રીઝવવા માટે જ ફૂલ માળા બનાવવી છે !

માલિની : તારે વળી રીઝવવું પડે એવું કોણ છે ?

૩ યુવતી : છે કોઈ !

માલિની : કાઈ પુરુષ હશે. જુઓ, સાંભળો. બધા ય પુરુષો અહીં પુષ્પ લેવા આવ્યા હતા તે પુષ્પોની કિંમત આપતા ગયા છે.

૧ યુવતી : પુરુષો પુષ્પની કિંમત ભલે આપે; અમારે આપવી નથી જ.

ર યુવતી : હા, ઠીક છે. કોઈ પુરુષ માળા ગૂંથી આપતો હોય, વેણી ગૂંથી આપતો હોય, ગજરો ગૂંથી આપતો હોય. ફૂલને