લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુષ્પોની સૃષ્ટિમાં:૩૭
 

પૃથ્વી : જીવન ભયંકર ખરું, પણ મોહક તો છે જ, નહિ ? જો, પેલાં માનવી આવ્યાં ! શું કરે છે એ આપણે જોઈએ...મને ગમે છે.

[ સંતાઈ જવા ચંદ્રને ખેંચે છે.]

ચંદ્ર : ( સંતાતાં ) પહેલાં એ માનવીને જ બાળી નાખ ! નહિ તો એનો ઉત્પાત એને તો બાળશે...સાથે સાથે વિશ્વને ય બાળશે !

[ સંતાય છે. સુંદરી, વીર, રાજન, ધર્માનન્દ, ધનપાળ સહુ આવે છે. તાપતૃષાથી વ્યાકુળ હોય છે. ]

રાજન : ભૂતાવળ દેખાય છે.

વીર : અને એ ભૂતાવળ ગાતી હોય એમ લાગે છે. શું હશે ?

ધનપાળ : એ શું ગાય છે?

સુંદરી : પુષ્પની સૃષ્ટિને સળગાવી મૂકનાર પુરુષજાતને પુષ્પોનાં પ્રેમની વાચા નહિ સમજાય.

રાજન : કહે, કહે; એ શું ગાય છે? આપણને જરૂર માર્ગ જડશે.

[પુષ્પોનાં ભૂત અંધકારમાં જાગૃત થઈ ગાય છે.]

કોણેઅમારી,સારીદુનિયાસળગાવી ?
અંગારે ક્યારી વાવી...

કુમળી કુંજન સંગીત ગુંજન,
રમતગમત બહુ ભાવી,
રંગરંગના વાઘા પહેરી
જીવન રહ્યાં ઝુલાવી—અંગારે ક્ચારી વાવી...

પરાગની પરબો બહુ ખોલી,
શીખવ્યાં હાસ્ય હસાવી,
કરમાવું ખીલવું ક્રમ સાધ્યો,
સર્ગવિસર્ગ રચાવી—સારી દુનિયા સળગાવી...