પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના પુની સૃષ્ટિમાં' એ નામથી મારાં નવાં પાંચ નાટકોના સંગ્રહ બહાર પડે છે. એને નાટક કહે, નાટિકાઓ કહે, એકાંકી કહે, જે નામ આપવું હોય તે આપી શકાશે. અંક લગભગ પ્રવેશની ગરજ સારે છે એ જોતાં ત્રણ અને એથી વધારે અંકવાળાં નાટકને “નાટક નામ આપીએ, અને એથી નાનાં નાટકોને “નાટિકા” નું નામ આપીએ તે ચાલી શકે એમ અત્યારના નાટકલેખેનને વ્યવસાય કહી રહ્યો છે. બધી જ નાટિકાઓ ભવાઈ ચૂકી છે: “પુની સૃષ્ટિમાં', શક્તિસંભવ” અને “રસતરંગ… રંગભૂમિ ઉપર અને નવલખી વાવ” તથા “હે રામ !'. રેડિયો ઉપર. રેડિયે ઉપર ભજવાયેલી કેટલીક નાટિકાઓ સહેજ ચાતુર્યભર્યા ફેરફારથી રંગભૂમિ ઉપર પણ ભજવી શકાય એમ મને લાગે છે. ધંધાદારી નાટકે લેપાય છે; અવેતન રંગભૂમિ વધારે જોર પકડે છે. એનો અર્થ એમ નહિ કે બે વચ્ચે ખાસ"સરસાઈ છે. નાટકના ધંધાને તે સિનેમાએ જબરદસ્ત ફટકે માર્યો છે. છતાં ચલચિત્ર-સિનેમા–પણ એક પ્રકારનું નાટક જ છે, અને અવેતન રંગભૂમિમાં ઊપજતે પ્રજાકીય રસ નાટયકલામાં રહેલા જીવંત સામને જ સૂચવે છે એ વસ્તુસ્થિતિ આપણે ધ્યાનમાં રાખવાની છે. કલા તરીકે નાટક જીવંત છે-ધંધાદારી રંગભૂમિ પડી ભાંગે છે તે ય.