લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુષ્પોની સૃષ્ટિમાં:૪૧
 

વર્ષાનૃત્ય
કજરી

કેવી ધીરે ધીરે નાચતી નચાવંતી,
રસરેલંતી હું આવું ગગને...

મારાં ઝમકે રૂમઝુમ પાયલ,
ચમકેરંગ ભર્યાં મુજ છાયલ,
હું તો વાદળી વર્ષાની,
તરસ્યાંની,
રસરેલંતી હું આવું ગગને...

કહો તે વેરું આછાં મોતી,
ઢાંકું ચાંદા સૂરજ જ્યોતિ,
લાવું ફુલડાં હું ગોતી, મન મ્હોતી
રસરેલંતી હું આવું ગગને...

મારી સોડે સમીરણ આવે,
રીમઝીમ ઝાંઝરી બજાવે,
કહો તો ઝંઝાવાતે તાંડવો ખેલાવું.
રસરેલંતી હું આવું ગગને...

મારું સ્મિત ભરી દે સૃષ્ટિ,
મારાં હાસ્યે અમૃત વૃષ્ટિ,
મારે અંગેંઅંગ ફુવારા, જલધારા.
રસરેલંતી હું આવું ગગને...

[ આછી વર્ષા સહ પુષ્પસૃષ્ટિ પ્રફુલ્લ બને છે. અને દૃશ્ય સમેટાય છે. ]