લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલખી વાવ:૪૭
 

પહોંચતાં તો હોલવાઈ જાય છે.પૂરી પચ્ચીસી પણ પહોંચતો નથી અને ...પછીનો પ્રેમ એટલે ધૂમ્રપાન ! વરાળમાં બાચકા !

અદૃશ્ય અધિષ્ઠાત્રી : મારી વય કેટલી હશે ?

મુસાફર : નવા યુગના વિવેકમાં સ્ત્રીની ઉંમર પૂછાય પણ નહિ અને કહેવાય પણ નહિ.

અદૃશ્ય અધિષ્ટાત્રી : છતાં કહેવી પડે તો? મારો આગ્રહ છે, સાચું કહે.

મુસાફર : તો પચીસે આડો આંક. કોઈ પણ સ્ત્રીની વય પચીસથી વધારે કહીએ તો 'बायकांचे बंड' ઊભાં થાય...અને... આપ તો અદૃશ્ય રહીને વાત કરો છો. જરા નજરે પડો તો હું અંદાજ પણ કરી જોઉં !

અદૃશ્ય અધિષ્ઠાત્રી : કંઠ ઉપરથી વય ન પરખાય ?

મુસાફર : કદાચ ભૂલ થાય. કંઠ ઉપરથી તો આપની વય વીસ વર્ષથી વધારે ન જ હોય.

અદૃશ્ય અધિષ્ઠાત્રી : મારી ઉંમર કહું? બીશ તો નહિ ને ?

મુસાફર : આપ પ્રગટ થાઓ અને...પછી... હું કહી આપું. હું બનતાં સુધી ભૂલ કરતો નથી......સ્ત્રીઓની વયપરખમાં.

અદૃશ્ય અધિષ્ઠાત્રી : એમ ? જો ! આંખ મીંચીશ નહિ, હો !

[ સહજ વાદ્યો અને ઝાંઝર વાગે છે. પ્રાચીન વેશિવિભૂષિત એક યુવતી – વાવની અધિષ્ઠાત્રી દેવી પ્રગટ થાય છે. ]

અધિષ્ઠાત્રી : અત્યાર સુધી હું તારા શ્રવણને પ્રત્યક્ષ હતી: હવે તારી દૃષ્ટિને પણ હું પ્રત્યક્ષ થાઉં છું.. કહે, હવે હું દેખાઉં છું ?

મુસાફર : આપ ખરેખર દેખાઓ છો; સાથે મારૂં આશ્ચર્ય પણ વધે છે. આપને સમજી ઓળખી ન શકું તો આપ માફ કરજો.