લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



શક્તિસંભવ


વસ્તુ

ભણતર કે સંસ્કાર આજના યુવક માનસમાં ઝાંખી, કડીબદ્ધ બની ન શકે એવી વિખરાયેલી, છતાં એકંદર ઉન્નતપથગામી છાપ કેમ પાડી જાય છે તેનો એક કલ્પિત ચિતાર ‘શક્તિસંભવ’ નાટકના બે અંકમાં સમાવેલા પાંચ પ્રવેશોમાં આપવા પ્રયત્ન કર્યો છે. નૂતન સ્ત્રીશક્તિનો જન્મ એટલે શક્તિસંભવ.

ચંદા નામની સુશિક્ષિત, ભાવનાશાળી યુવતી સામાજિક વિકાસના સર્વ પ્રયત્નોમાં ભાગ લેતી, પોતાના કુટુંબ દ્વારા અન્યાય પામેલા એક ગરીબ કુટુંબની વીજળી નામની યુવતીને સખી બનાવી ઊંચે લેવાનો વ્યક્તિગત પ્રયોગ કરતી સુખને ઓળખવા મથે છે.

એ મંથનમાં એને સ્વપ્ન આવે છે, જે સ્વપ્નદૃશ્યથી નાટક શરૂ થાય છે.

પ્રથમ અંક–પ્રથમ પ્રવેશ : સ્વપ્નરૂપ આખો યે પ્રવેશ. સ્ત્રી અને પુરુષ સુખ શોધતાં પ્રવેશ પામે છે સુખના સાધન તરીકે માનવજાતે સ્વીકારેલાં ધન, સત્તા તથા ધર્મનાં વિપરીત સ્વરૂપો માનવજાતનાં સ્ત્રીપુરુષની એ સહશોધમાં નજરે પડે છે. નિરાશામાં દેવકન્યાઓ સુખ તત્ત્વની આશા આપે છે અને અંતે પુરુષની નહિ પરંતુ સ્ત્રીની દોરવણીથી સુખપ્રાપ્તિનો સંભવ બંનેને દેખાય છે.

પ્રથમ અંક-બીજો પ્રવેશ: સ્વપ્નના વિચારમાં પડેલી ચંદા અને કોઈ એવું જ સ્વપ્ન અનુભવી ચૂકેલી વીજળી અનેક કલા અને સામાજિક પરોપકારી પ્રવૃત્તિઓને ઓળખતી, તેમાં ભાગ લેવાની સંમતિ આપતી, માનવજાતનાં દુઃખ ટાળવા અર્થે પુરુષો સામે અસહકાર કરવાની કલ્પનામાં ઊતરી પડે છે.

અહીં પ્રથમ અંક સમાપ્ત થાય છે.

બીજો અંક – પ્રથમ પ્રવેશ: રંજન સમારંભના ગરબાની