પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[૮] અભિનય, મૂક દશ્ય રંગભૂમિ ઉપર ઉતારી પ્રસંગના નાટયભાવને પોષવા નેપચ્ચે અપાતાં વિવેચન, સમજૂતી, અભિનય વાણી દ્વારા સ્પષ્ટ કરવાના પ્રયોગો પશ્ચિમમાં તેમ જ પૂર્વમાં – આપણે ત્યાં પણ – થઈ રહ્યા છે. બેલેટ પેરા, ટેબ્લો વગેરે પ્રકારોને આપણી અનુ કૂળતા પ્રમાણે આપણે લઈ રહ્યાં છીએ, અને એમાં છેક અસફળતા મળી નથી. ધ્વનિનાટિકાને–રેડિયોનાટિકાને આ ઢબે રંગભૂમિ ઉપર મૂક- વાની સારી શક્યતા મને દેખાઈ છે. પ્રસંગનો ફેટ કરતું વિવેચન આકાશવાણીમાં ભજવાતાં નાટકોમાં ઉપયોગી થઈ પડે છે; એ વિવેચન પ્રસંગોને, ધ્વનિને, વાતચીતને અર્થ અને સમજૂતી આપે છે. એ જ કાર્ય રંગભૂમિ ઉપર વિવેચનને સોંપતાં કેટલાંક સુંદર અભિનયદા સાર્થ અને રસમય બની શકે એમ છે. દવનિ અને દસ્યના સંગી કરણને અખતરો કેટલો સફળ થાય છે એ નાયરસિકે અનુભવી શકે એ માટે બંને દવનિનાટિકાઓ આ સંગ્રહમાં ઉતારી છે. “નવલખી વાવ'માં પ્રાચીનતાને પ્રગટાવવાનો પ્રયત્ન છે. “ હે રામ!' ગાંધીજીને સ્મરણાંજલિ આપતું રૂપક છે. એ મહાત્માની ભવ્યતાથી આપણે એટલા વ્યાપ્ત છીએ કે એ નથી એ ભાવ ઉપજાવવો મુશ્કેલ બની રહે છે. એટલે માત્ર તેમના અંતિમ ઉદ્ગારને જ અહીં ઉતારી, રૂપકને એ ઉગારનું જ નામ આપી, ગાંધીજી વગરનું છતાં ગાંધીજીથી વ્યાપ્ત રૂપક મારી નિર્બળ વાણીમાં મૂકયું છે. ગાંધીજીના વિવિધ સમયના પહેરવેશવાળી છબીઓ અગર સ્વાંગ જે હવે શક્ય બનવા માંડયાં છે તેમને ઉપગ એ નાટિકામાં થઈ શકે. નાટકે વિષે મારે આથી બીજું કાંઈ કહેવાનું ન હોય-મારાં નાટક વિષે તો કાંઈ નહિ જ. કદી કદી ભજવવા માટે પરવાનગી માગતા પત્રો ઉપરથી એમ લાગે કે મારાં નાટક તરફ સહજ કેઈની નજર જાય છે ખરી,