લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

વેચાવા તુજ દેહ રચાયો ?
અય ગુલામ ! બંધન છોડ !
સા-રે-ગ-પ-ધ-સા

વીજળી : આવું ગાવું તો ન ફાવે! પેલું. સાસા-તત-૫૫-કરો છો, એ તો બોબડું લાગે છે. અમે ગામડિયાં ગાઈએ એની ઝમક જુદી હો ! એ ઝમક ભગવાનના નામ વગર ક્યાંથી આવે ?

ચંદા : ગા જોઈએ. ગામડિયા ઝમક શહેરમાં લાવીએ, ભગવાનના નામ વગર. ભગવાને કોઈનું સારું કર્યું દેખાતું નથી ! છતાં ગા તો ખરી ? લોકગીતોની લઢણ મને ગમે છે.

વીજળી : સાંભળો ત્યારે ભગવાનનું નામ !

*[]

ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યા
ને વારણાં તે લઉં વારી વારી,
ઘરમાં પેસંતાં કા’ન ઉઘાડા દીઠા,
ઝૂલણી ક્યાં રે વિસારી ?
હો નંદજીના...નાનડિયા રે,
ખમા મારા પ્રેમના...પાતળિયા રે,
ખમ્મા રાય રણછોડ...રંગીલા રે,
ખમ્મારાય ઝૂલણી ક્યાં રે વિસારી ?

પણ હવે આખો દિવસ ગાવું છે કે બીજું કશું કરવું છે ?

ચંદા : હા હા; પણ જરા આગળ ગાને ? લઢણ ઉતારવા જેવી છે. કેટલાંક આઝાદીનાં ગીત આ ઢાળમાં બેસાડીએ તો સારું.

વીજળી :

રૂવે રૂવે ને કા’ન રુદન કરે ને
લાવો બેસારું સામે ઓટે;
એ રે ઝૂલણીને કારણે કા’ન
મંદિરિયામાં લોટે...હો નંંદજીના૦


  1. *લોકગીત