લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શક્તિસંભવ:૮૯
 

ચોથી યુવતી : તે ખરી વાત છે. બધું ચાલે છે જ એમ.

ચંદા : શું એમ ચાલ્યું ?

ચોથી યુવતી : આ મારી બહેનને બાજુએ મૂકી...તે એના વગર ગરબો દીપે ખરો ?

ત્રીજી યુવતી : તે તારી બહેન વગર દુનિયામાં બીજે ગરબા જ નહિ ગવાતા હોય, ખરું ને ?

ચોથી યુવતી : મારી બહેનનું નામ દીધુ છે તો યાદ રાખજે ! જોયા જેવી થશે.

વીજળી : તમે બધાં ભણેલાં છો, પરી જેવાં પીંછાં ઉડાડો છો, તો ય આવું લડવામાં ખરાં કે? મારા મનમાં તો એમ કે ભણેલાં હોય તે કદી લડે જ નહિ.

પહેલી યુવતી : અમે ન્યાયને ખાતર લડીએ છીએ.

બીજી યુવતી : સચ્ચાઈને ખાતર !

ત્રીજી યુવતી : એમનો ન્યાય એટલે એમની આગેવાની; એમની સચ્ચાઈ એટલે એમનું ઉપરીપણું. હવે ગયો વખત કોઈની મોટાઈમાં તાણાવાનો !

ચોથી યુવતી : મોટાઈ ઘેર ગઈ. પણ કોને સારું આવડે છે, કોનું ગાવું સારું છે, એનો ય વિચાર કરશો ને ?

પહેલી યુવતી : એની બહેનને ગરબામાં રાખો એટલે બધું ય સારું.

બીજી યુવતી : તે એમ તો મારી ય બહેન સંગીતશાળામાં જાય છે.

ત્રીજી યુવતી : અને મારી માશીની નાનકડી બચી અત્યારથી જ કથ્થક પાસે નાચ શીખે છે. જો, આમ આવ, પેલો અભિનય કર જોઈએ—

[નાની બાળકી સરસ કપડાં-ઘરેણાં પહેરેલી આગળ આવી ત્રીજી યુવતી સાથે ગાતી અભિનય કરે છે.]