પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ તેરમું

૯૮


'એને છોડી દિયો ને મારી સામે ઊભો રહેવા દિયો.'

પછી એ ઉન્નત મસ્તકે ટટ્ટાર ઊભેલા, સોટા સમા સીધા ને ચળકાટ મારતી ચામડી વાળા જુવાનને રા'એ પૂછ્યું :

'તુ કોણ છો જુવાન ?'

'રાજપૂત છું, જુવાને છાતીએ પંજો થાબડ્યો.

'ક્યાં રે છે?'

'ગીરમાં : દોંણગઢડાના નેસમાં.'

'તારા બાપુનું નામ ?'

'હમીરજી ગોહિલ, હાથીલાના રાજપૂતર : આ જોવો ઉપર, આ દેરું તૂટવાનું હતું ત્યારે બચાવવા આવ્યા હતા મારા બાપુ, ગોહિલ રાણા હમીરજી.' એણે કહ્યું, ને સેંકડો આંખો એ મંદિરના બાંડા શિખર પર બંધાઈ ગઈ.

એ નામ ને એ શબ્દો સાંભળીને ખડ-ખડ-ખડ-ખી-ખી-ખી-ખી-આખી મેદની હસી પડી. ન હસ્યા એક ફક્ત રા.'

સૌ હસ્યા ત્યારે જુવાનનું મોરપિચ્છના મોડ વાળું મસ્તક નીચે ઢળી ગયું. કુંડાળા બહાર ઊભેલી સ્ત્રી પણ શરમથી બીજી બાજુ જોઇ ગઇ.

'હમીરજી ! હાથીલાવાળા ગોહિલ હમીરજી ! એનો તું દીકરો ! જુવાન, તુ આ શુ બોલ છ તેનું તને ભાન છે ?'

જુવાન ચૂપ રહ્યો. રા'એ પોતાની બાજુમાં ઊભેલ કુંતાદે સામે સ્હેજ નજર નાખી લીધી. નું ધ્યાન નીચે ઊભેલ કુંતાદે સામે નજર નાંખી લીધી. કુંતાદેનું ધ્યાન નીચે ઊભેલા જુવાન પર ઠર્યું હતું. એના મોં પર હાસ્ય નહોતું.