પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ તેરમું

૧૦૦


'એને હાથ ન લગાડતા. જા જુવાન, નિરાંતે બેસજે. રાજપૂત છો ને, તો પછી મિજાજ ખોઈ બેસતો નહિ. રાજપૂતનું એ મોટામાં મોટું લક્ષણ કહેવાય.'

'હું' પણ ચાલી જાઉં છું આપણા મુકામ પર.' કુંતાદેએ રા'ને છાનાંમાનાં કહ્યું.

'હા, આ ઠઠ્ઠામશ્કરી ને છોકરમતમાં હું તમને ક્યાંથી લાવ્યો ! તમે પધારો એ જ બહેતર છે.'

કુંતાદે બહાર નીકળીને મ્યાનામાં બેઠાં. મ્યાનાની પાછલી બારીમાંથી પોતે પોતાની પાછળ પાછળ આવનારા એ જુવાનને નિહાળતાં હતાં. ને એણે જોયું કે જુવાનની નજીક એક પ્રાઢ સ્ત્રી વહી આવતી હતી.