પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૩

પૂજારીનું માનસ


'દેવ નો કોપ !'

'ને પ્રજાનો પણ કોપ. સોરઠભરમાં તમારી સામે એ લાગણી પ્રસરી રહી છે. એ લાગણી લઇને દેશભરના યાત્રિકો પણ આંહીથી જઇ રહેલ છે. તમે શું ન સાંભળ્યો એ અવાજ ! શુદ્રોને ફટવી મૂકેલા છે : એ લોકલાગણી તમારે માટે જોર પકડતી જાય છે.'

રા'ના મોં પરની લાલી સૂકાતી હતી.. એણે કહ્યું : 'શૂદ્રો શૂદ્રો કહી ક્યાં સુધી આપણું બળ ક્ષીણ કરવું છે ગૌડજી ! આ પાદશાહી હવે તો દરવાજે આવીને ઊભી છે.'

'એ ઊભી છે તેનું કારણ જરા ઊંડું છે.' ગૌડાચાર્યે દલીલ ચલાવી : ' બ્રાહ્મણોનું બળ ક્ષીણ કરવાનો પ્રયત્ન સોલંકી રાજ કુમારપાળે જ કર્યો હતો. આંહી આ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે એમને કોઈ ન મળેલો તે જૈન સાધુ હેમચંદ્ર જડ્યો. ખેપાન હતો એ હેમચંદ્ર. ચાલતે ગાડે ચડી જનારો હતો. રૂદ્રમાળ જઇને રૂદ્રની સ્તુતિ ગાતો હતો ને સોલંકીરાજ આંહી લઇ આવ્યા તો સોમનાથને સાષ્ટાંગ કરી શ્લોકો રટેલો. એટલું જ બસ નહોતું તે રાજાના મન પર એવી ઇન્દ્રજાલ પાથરી દીધી કે સોમનાથ પોતે જ જિન દેવતા છે. એના કહેવાથી તો સોલંકીરાજે મારા વડવા પાસેથી પુરોહિત પદ ખૂંચવી લીધેલું : એના શાપે આ નવું મંદિર પણ ત્રણ વાર ભંગાયું પરદેશીઓને હાથે.'

'એ શાપે ? કે બ્રાહ્મણોના ભોગલાલસાભર્યા આંહીના જીવનને કારણે ?'

'બ્રાહ્મણો ભોગવતા નથી. બ્રાહ્મણો દ્રારા દેવ જ ભોગવે છે. ને બ્રાહ્મણોનું વર્ચસ્વ ટકાવશો ત્યાં સુધી જ તમે રાજાઓ ટકી રહેશો