પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫

પૂજારીનું માનસ


લોકોને પાવામાં આવી હતી તે રા' જાણતો હતો. છતાં અત્યારે સાંભળીને એ ખદખદી ઊઠયો : ત્યાં જ પાછું ગૌડે બળતામાં ઘી હોમ્યું:

'દ્રવ્ય લઈને એ દૂર તો થઇ ગયો.'

'એ દ્રવ્ય કોનું હતું ?'

'કોનું ?'

'દસ હજાર ગામડાની ધરતી ખેડનાર શૂદ્રોનું.'

'હશે.'

'માટે કહું છું કે એ જ શૂદ્રોને યજ્ઞોપવિત પહેરાવી એની સમશેર પણ તમારી કરો.'

'દેવની ઇચ્છા હશે ત્યારે એજ કહેશે. અત્યારે દેવે મને સ્વપ્નમાં કહ્યું છે તે આ છે, કે મારી નકલ સોરઠરાજે ન કરવી.'

'બ્રાહ્મણો, ત્યારે તો, મારાથી અસંતુષ્ઠ લાગે છે.'

'છે જ. ને હું આપને બીજું પણ કહી દઉં, મુસ્લિમો અમારાં દેવસ્થાનાંની સંપૂર્ણ અદબ કરવાના કહેન પણ ચલાવી રહ્યા છે.'

રા' ચમક્યો. એને સમજ પડી એનો જીવ ઊંડો ઊતરી ગયો. એને જાણ થઈ, કે મુસ્લિમો ફક્ત આંગણા બહાર જ નથી ઊભા, છેક આંતરનિવાસમાં પહોંચી ગયા છે.

આ શું બોલો છો ગૌડ ! કઈ કાળ-વિપત્તિ નોતરવા માંડી છે, મને કહો તો ખરા !'

'આ રહ્યા સહ્યા પણ તોડાવવાં છે ?'