પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પંદરમું

૧૦૮

જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે,
જોબનિયું કાલ જાતું રે'શે;

જોબનિયાને માથાના અંબોડલામાં રાખો

જોબનિયું કાલ જાતું રે'શે.

એવા સૂરો રા'ના હતાશ પ્રાણમાં સીંચાયા - મીઠા લાગ્યા. રા'નું મન મલકાયું. થોડીક વાર - ભલે ઘડીક જ વાર.

સાચે જ શું આ સંસાર ને આ જોબનિયું માણી લેવા જેવાં જ હશે ! એથી આગાળ શું કંઈ જ નહિ હોય?

ઘોડવેલમાં બેઠાં બેઠાં રા'ને નવા વિચારો ઉપડવા લાગ્યા. ને પોતાનાથી ઓચીંતાનું ઉચ્ચારાઈ ગયું, 'હુંય કેવો ઉત્પાતીઓ જીવ છું ! કુંતા સાચું કહેતી હતી તે રાત્રિએ. કોઇને પડી નથી. એક ફક્ત તું જ ગાડા હેઠળ હાલતું કૂતરૂં બન્યો છે.'

રસાલો આગળ ને આગળ ચાલ્યો. ગિરની વનરાઇ ઘાટી ને વધુ ઘાટી બનતી ગઇ. ઘોડવેલ અને મ્યાનાનો માર્ગ બંધ થયો. રા'એ અને કુંતાદેએ બે ઘોડા પર રાંગ વાળી. ભીલકુમાર માર્ગ બતાવતો ચાલ્યો. કુંતાદેના અશ્વની કેશવાળી સમારતો ને એની માણેકલટ પંપાળતો ભીલ જુવાન પોતાની બહેનની સામે પાછળ ફરી ફરી નિરખતો જતો હતો ને માને કહેતો હતો, 'મા, જોજે હો, બેનને ઝાડવાંના ઝરડાં લાગે નહિ. મા, તું ડાળીઓને વાળતી આવ.'

મચ્છર જેવાં ઝીણાં ઝીણાં જંતુઓનાં ઝૂમખે ઝૂમખાં ઘોડાને ઘોડેસવારોને ઘેરી વળતાં હતાં. તેને ભીલકુમાર પોતાની પછેડીના ઝપાટા મારી મારી દૂર કરતો ગયો. ને મધગીર આવી ત્યારે એણે પોતાનો અવાજ તદ્દન ઝીણો કરી નાખી, એક પછી એક વિચિત્ર